ભારતીય નેવીનું મિગ-29K ગોવામાં ક્રેશ, પાઈલટને બચાવી લેવાયો
ભારતીય નેવીનું મિગ 29K(MiG-29K) ફાઈટર વિમાન આજે તાલિમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. ભારતીય નેવીએ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. નિવેદન મુજબ પાઈલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે કૂદી ગયો અને મળી ગયો છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે.
Trending Photos
પણજી: ભારતીય નેવીનું મિગ 29K(MiG-29K) ફાઈટર વિમાન આજે તાલિમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. ભારતીય નેવીએ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. નિવેદન મુજબ પાઈલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે કૂદી ગયો અને મળી ગયો છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે.
SCના વાર્તાકારનું સોગંદનામું- શાહીન બાગમાં પોલીસે બિનજરૂરી રીતે રસ્તા બંધ કર્યા, પ્રદર્શન શાંતિપૂર્ણ
આ અગાઉ ગત વર્ષ 16 નવેમ્બરના રોજ એક મિગ 29ના ટ્રેઈની ફાઈટર વિમાન ડબોલિમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ તરત જ એક પક્ષી સાથે ટકરાવવાથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ એરપોર્ટ પર ભારતીય નેવીના બેસ આઈએનએસ હંસનું સંચાલન થાય છે. વિમાનના બંને એન્જિન ફેલ થયા બાદ બંને પાઈલટ સુરક્ષિત નીકળી ગયા હતાં.
જુઓ LIVE TV
આ અગાઉ ગત વર્ષ માર્ચમાં રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાનું મિગ 27 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું. સિરોહીના ગોડાણા ગામના બાંધ વિસ્તારમાં ફાઈટર પ્લેન ક્રેશ થઈને તૂટી પડ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે